પ્રજાલક્ષી પ્રશ્નોનો સત્વરે નિરાકણ લાવવા સૂચના આપવામાં આવી
જિલ્લા કલેક્ટરશ્રી અનીલકુમાર રાણાવસીયાના અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં વિકાસલક્ષી કામો સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. ઉપરાંત કલેક્ટરશ્રી દ્વારા જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. જૂનાગઢના વિકાસને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે કામગીરી થઈ શકે તે માટે તમામ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટર એન.એફ.ચૌધરી તેમજ સબંધીત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

