Gujarat

સાવરકુંડલાના વીજપડી ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧૧૮મો વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. વીજપડી આસપાસના ગામોમાંથી ૧૭૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા આહીર સમાજની વાડી ખાતે ૧૧૮મો વિનામૂલ્યે નેત્ર નિદાન સાથે નેત્રમની આરોપણ કેમ્પ યોજાયો હતો વીજપડી માધવ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી, સુદર્શન નેત્રાલયના સહયોગથી ૧૧૮મો નેત્ર નીદાન કેમ્પ યોજાયો હતો
આ કેમ્પના મુખ્યદાતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં આંખના ડોકટરોની ટીમ દ્વારા ૧૭૫ દર્દીઓને આંખનું નિદાન, સારવાર અને દવાઓ વિતરણ કરવામાં આવી હતી અને ૨૬ દર્દીઓને મોતિયાના ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.
બિપીન પાંધી