ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઉના તાલુકાના દેલવાડા ગામમાં આવેલું પ્રાચીન મંદિર સુપ્રસિદ્ધ બટુક ભૈરવનાથ નું મંદિર આવેલું છે ત્યાં આજરોજ કાળભૈરવ જન્મ જયંતી ઉત્સવ મનાવવામાં આવ્યો જેમાં રાત્રી દરમિયાન હવન આહુતિ આપવામાં આવી એક સમય પ્રમાણે આ મંદિર ગામના કોટવાલ દેવ કે ક્ષેત્રપાલ દેવ તરીકે તેનું સ્થાપન કરવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં કાલભૈરવ અને બટુક ભૈરવ એ ભગવાનના શિવજીના સ્વરૂપ જ છે એક કથા પ્રમાણે ભગવાનના રુધિરના બે ભાગ એટલે કાલભૈરવ અને બટુક ભૈરવ શિવપુરાણ શતરુદ્રીય સંહિતાના આઠમા નવમા અધ્યાયમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે કેટલોક વિવાદ થાય છે જેના જેના નિવારણ રૂપે ભગવાન શિવને ક્રોધ ઉત્પન્ન થાય છે તેમાંથી ભગવાનની જટામાંથી એક પુરુષ ની ઉત્પત્તિ કરવામાં આવે છે જે કાલભૈરવ નામ તરીકે ઓળખાય છે ભગવાનના ક્રોધના સ્વરૂપમાં ભૈરવનું આવાહન એટલે ભૈરવને ક્રોધના દેવતા ગણવામાં આવે છે કાલભૈરવ એ ભગવાનનું ક્રોધ સ્વરૂપ છે બટુક ભૈરવ એ ભગવાનનું સૌમ્ય સ્વરૂપ છે અહીંયા અંદાજિત 290 થી 300 વર્ષ જૂનો બટુક ભૈરવનું દેવળ છે એટલે આ વિસ્તારમાં કોઈ આપત્તિ આવે જેમકે દુષ્કાળ જેવી કુદરતી પરિસ્થિતિ સર્જાય ત્યારે અહીં પર્જન્ય યજ્ઞ નુ આયોજન કરવામાં આવે છે ત્યારબાદ ઘણીવાર કુદરતી આપત્તિ હટી ગઈ છે ભગવાનનું સ્વરૂપ સવારે સત્વ સૌમ્ય બપોરે જ રાજસ સાંજે તમસ એમ ત્રણેય કાળે અલૌકીક રૂપે જોવા મળે છે ભગવાન ભૈરવનાથ ને ત્યાં રાત્રી રોકાણ થઈ શકતુ નથી ભૈરવનાથ ના દર્શન કરવાથી પૂજન કરવાથી ધ્યાન કરવાથી સૌની મનોકામના પૂરી થાય છે
ગામની અંદર દર કાલભૈરવ જયંતી વિશેષ ઉત્સવ કરવામાં આવે છે તેમજ બટુક ભોજન વિવિધ ધર્મ કાર્યો અહીં કરવામાં આવે છે ભૈરવ એ ઉધમ નું પ્રતિક છે ભૈરવ ઉપાસના એ પરિશ્રમની ઉપાસના છે ભૈરવ શબ્દ ભગવાન રુદ્રના દસનામ ના માંહેનો
એક શબ્દ છે ભૈરવ ઉપાસના માણસને સાહસિક હિંમતવાન બનાવે છે અહીં ભૈરવજી સિંદૂર થી રંગાયેલી ભૈરવ પ્રતિમા છે એમના એક હાથમાં ડમરુ ગદા નાગપાસ અને હ્રદય ઉપર એમ ચાર હાથમાં ચાર વસ્તુ છે સ્વાનની સવારીછે તેમજ બાજુમાં અશ્વ પણ રહેલો છે આસપાસ બારમી 13મી સદીની મૂર્તિઓ પણ રહેલી છે ભગવાન વિષનાશક દેવ છે એટલે રાહુ કેતુ શનિજેવા ગ્રહોની પીડામાંથી પણ મુક્ત કરે છે અહીં મંગળવારના દિવસે ભક્તજનોની ભીડ જોવા મળે છે.


