જામકંડોરણામાં પોતાના આકાઓના જોરે તંત્રને પીછેહઠ કરવાં મજબૂર બનાવતાં ખનીજ માફિયાઓ,
જામકંડોરણા પંથકમાં ખનીજ માફિયાઓ રાત્રે રેતી ઉલેચીને નદી બહાર બેફામ સ્ટોક કરે છે,
જામકંડોરણા પંથક પર કુદરત મહેરબાન થયા છે. ફોફળ નદીનો તટ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કાળી રેતી મળી રહે છે. આ ફોફળ નદીમાંથી કાળી રેતી ઉલેચીને સરકારી ખરાબાની જગ્યાએ રીતસરના સટ્ટા મારી દેવાય છે છતાં જામકંડોરણાનુ ડરપોક તંત્ર આ સટ્ટા ની આસપાસ ફરકતા પણ થરથર કાંપતા હોય તો જ આવાં દ્રશ્યો કેમેરામાં કેદ થઇ શકે, જેમાં ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરી કરોડો રૂપિયાની સરકારી તિજોરીની આવક પોતાની તિજોરીમાં ભરી રહ્યા છે અને સરકારી તંત્ર ખુલ્લી આંખે તમાશો જોઈ રહ્યું છે. આ દ્રશ્ય જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામે સ્વામીજી ના આશ્રમ ની સામે ખુલી જગ્યાએ પડેલા રેતી ના ઢગલાઓ મુંગા મોઢે ઘણું બધું કહી રહ્યા છે
જામકંડોરણા પંથકમાં અવારનવાર ખનીજની ચોરી પર લોકો આંગળી ઊઠે છે પરંતુ સરકારી તંત્ર કાર્યવાહી કાં તો ફક્ત દેખાડવા પૂરતી સીમિત હોય છે કાં તો
‘પાશેરા માં પૂરી’ સમાન બતાવવામાં આવે છે જામકંડોરણાની જનતા બંધ કેમેરે એવું કહે છે કે જો કોઈ અધિકારી હિંમત કરે કેસ કરવાની ત્યારે આ ખનિજ માફિયાઓના આકાઓ આવી આવા કેસ રફેદફે કરી આપે છે. જેથી જામકંડોરણા પંથકમાં ખરેખર ખનીજચોરી ડામવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
જામકંડોરણા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાળી રેતીખનનનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો છે જે સરકારી તંત્રના ધ્યાનમાં પણ છે પરંતુ અધિકારીઓને આ રેતીચોરીના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવામાં જરા પણ રસ નથી! તેવું રેતી ના સટ્ટા પાસે થી પસાર લોકો કહી રહ્યા છે
અહેવાલ,નાજાભાઈ ભરવાડ જામકંડોરણા

