જેતપુર ખાતે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ કેબિનેટ મંત્રી જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની ઉપસ્થિતિમાં ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત હોદ્દેદારો અને કાર્યકરોને સન્માનિત કરી પક્ષ માટે ખૂબ સરસ કામ કરવા બદલ ધન્યવાદ આપ્યા હતા,
મારો પરિવાર ભાજપ પરિવાર જેતપુર સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ 51000 સભ્યો, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયાએ 500 અને જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ સિદ્ધરાજ સિંહ એ 500 પૂર્ણ કરતા તેઓના સન્માન કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી ધવલ દવે, જિલ્લા મહામંત્રી હરેશભાઈ હેરભા, મહામંત્રી રવિ માકડીયા જામકંડોરણા ના લાલભાઈ ભરવાડ સહિત ના ઉપસ્થિત રહ્યા હતા
નાજાભાઈ ભરવાડ જામકંડોરણા

