Gujarat

શ્રી સીમા જાગરણ મંચ કેશોદ વિસ્તાર માંગરોલ શાખા સાગર દ્વારા તટ સ્વચ્છતા અભિયાન 2024 માંગરોલ બંદર ખાતે યોજાયું

માનવ જીવન આજે પ્રદૂષણ રૂપી દૈત્ય થી શંકટ માં છે,વર્તમાન સમય મા જીવ સૃષ્ટિ પ્રદૂષિત પર્યાવરણ થી દિવસે દિવસે ભયાનક રીતે સંકટ માં મુકાઈ રહ્યું છે
ત્યારે પૃત્વી નો મહતમ જલ ભાગ પણ પ્રદૂષિત થઈ રહ્યો છે,આ માટે જાગૃતિ માટે 21સપ્ટેમ્બર, શનિવાર સવારે 7.00
થી … માંગરોળ ખાતે શ્રી મહાવીર ફિશરિઝ કો. ઓ. સોસાયટી ના સહયોગ થી શ્રી બંદર શિક્ષણ સંકુલ ના વિદ્યાર્થી ઓ દ્વારા સાગર તટ સફાઈ અભિયાન રાખવા માં આવેલું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ,પરમેશ વિદ્યાલય,જિજ્ઞાસા શાળા,બંદર પ્રાથમિક શાળા,સોસાયટી પ્રાથમિક શાળા,રચનાત્મક સર્જનાત્મક સમિતિ,ખારવા સમાજ ના યુવાનો,માંગરોળ નગરસેવા સદન,મરીન પોલીસ અને આગેવાનો વિશાળ સંખ્યા માં જોડાયેલા
પ્રાથમિક ઉદ્બોધન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં તાલુકા કાર્યવાહ કેતન ભાઈ નરશાનાં એ કરેલું,ત્યાર બાદ વંદેમાતરમ રાષ્ટ્ર ગાન થયેલું અને બાદ માં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં આશરે 6000 kg કચરો એકઠો  કરી નગર સેવા સદન નાં ટ્રેકટરો દ્વારા ડમ્પીંગ સાઈટ પર મોકલવામાં આવેલ આ તકે ખારવા સમાજ પટેલ શ્રી ધનસુખભાઈ હોદાર,વેલજીભાઈ મસાની, ઉદ્યોગપતી હીરાભાઈ ખેતલપાર,તુલસીભાઈ ગોસીયા,સુરેશ ભાઈ ગોસિયાં, વિશ્રામ ભાઈ,સાગર ભાઈ,અને સંઘ વિભાગ કાર્યવાહ જીતુભાઈ સાલસિયા,વિદ્યાલય નાં શિક્ષક સ્ટાફ ગણ તેમજ સ્વયંસેવકો જોડાયેલા હતા
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ