Gujarat

સરકારી તંત્ર દેખાડા પૂરતી તો કાર્યવાહી કરો

જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના આકાઓના જોરે તંત્રને પીછેહઠ કરવાં મજબૂર બનાવતાં ખનીજ માફિયાઓ

જામકંડોરણા પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ

જામકંડોરણા પંથક પર કુદરત મહેરબાન થયા છે. ફોફળ નદીનો તટ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કાળી રેતી મળી રહે છે. આ ફોફળ નદીમાંથી કાળી રેતી ઉલેચીને સરકારી ખરાબાની જગ્યાએ રીતસરના સટ્ટા મારી દેવાય છે છતાં જામકંડોરણાનુ ડરપોક તંત્ર આ સટ્ટા ની આસપાસ ફરકતા પણ થરથર કાંપતા હોય તો જ આવાં દ્રશ્યો કેમેરા કેદ થઇ શકે જેમાં ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરી કરોડો રૂપિયાની સરકારી તિજોરીની આવક ધંબો મારીને પોતાની તિજોરીમાં ભરી રહ્યા છે અને સરકારી તંત્ર ખુલ્લી આંખે તમાશો ન રોવા કુંજર વા ની માફક જોઈ રહ્યું છે.

આ દ્રશ્ય જામકંડોરણા તાલુકાના દુધીવદર ગામે સ્વામીજી ના આશ્રમ ની સામે ખુલી જગ્યાએ પડેલા રેતી ના ઢગલાઓ મુંગા મોઢે ઘણું બધું કહી રહ્યા છે.

જામકંડોરણા પંથકમાં અવારનવાર ખનીજની ચોરી પર લોકો દ્વારા આંગળી ઊઠે છે પરંતુ સરકારી તંત્ર મોટા માથાઓ ને કારણે કાર્યવાહી કાં તો ફક્ત દેખાડવા પૂરતી સીમિત હોય છે કાં તો પાશેરામાં પૂરી સમાન બતાવવામાં આવે છે જામકંડોરણાની જનતા બંધ કેમેરા એવું કહે છે કે જો કોઈ અધિકારી હિંમત કરી કેસ કરવામાં આવે ત્યારે આ ખનિજ માફિયાઓના આકાઓ આવી ખીચડીના આપી ને આવા કેસને રફેદફે કરી આપે છે. જેથી જામકંડોરણા પંથકમાં ખરેખર ખનીજચોરી ડામવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

જામકંડોરણા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કાળી રેતીખનનનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો છે જે સરકારી તંત્રના ધ્યાનમાં પણ છે પરંતુ અધિકારીઓને આ રેતીચોરીના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવામાં જરા પણ રસ નથી! તેવું રેતી ના સટ્ટા પાસે થી પસાર લોકો કહી રહ્યા છે

અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા