ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૪’ પખવાડિયા અંતર્ગત દેશમાં હાલ ‘સ્વચ્છતા’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત નગર-ગામના વિવિધ સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કાર વધુ દ્રઢ બનાવવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે. ઉપરાંત ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાઈ રહ્યું છે.

ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં આજ રોજ ધારાસભ્ય શ્રીમતિ ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓ દ્વારા ‘સ્વચ્છતા એ જ સેવા’ અંતર્ગત સફાઈ કામગીરી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને શુદ્ધ રાખવાની અપીલ કરાઈ હતી.

