Gujarat

ભચાઉ પોલીસે ઓનલાઈન સટ્ટાખોરીનો પર્દાફાશ કર્યો

ભચાઉ પોલીસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચના તથા પીઆઇ ડી. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ભચાઉ શહેરના જય માતાજી ચોક નજીકથી આરોપી હર્ષદ મહેશ ઠક્કર (રહે. ફૂલવાડી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી સટ્ટો રમવા માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.

જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત દસ હજાર રૂપિયા આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રાપરના લતીફ અલારખા મન્સૂરી નામના અન્ય આરોપીનું નામ પણ ખુલ્યું છે. ભચાઉ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.