Maharashtra

૧૦૦ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આરોપીએ આપી હતી

મુંબઈ
બીડ જિલ્લાના પરબીમાં આવેલ પ્રખ્યાત વૈજનાથ મંદિરને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બે જણને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આ બન્નેની વધુ તપાસ કરતા તેમણે જણાવ્યું હતું કે ખરેખર તેમના નામે અવ્ય એક વ્યક્તિએ આ પ્રકારના પત્રો લખી મંદિરના ટ્રસ્ટીઓને ધમકી આપી છે. આ વ્યક્તિએ આ રીતે લગભગ ૧૦૦ જેટલા મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તેમના નામે આપી છે. આ વિગત બહાર આવ્યા પોલીસે મૂળ આરોપીને પકડી પાડવાની કવાયત આદરી છે. આ સંદર્ભે વધુ વિગતાનુસાર શુક્રવારે પરબી વૈજનાથ મંદિરના ટ્રસ્ટીઓને અને શનિવારે બીડના જ અંબજાેગાઈ મંદિરના ટ્રસ્ટીઓને આ પ્રકારની ધમકી આપતા પત્રો મળ્યા હતા. જેમા ધમકી આપનારે એવું જણાવ્યું હતું કે મંદિર ટ્રસ્ટ પાસે કૂબ પૈસા છે જાે તેમને ૫૦ લાખ રૃપિયા નહીં ચૂકવવામાં આવે તો આરડીએસની મદદથી બોમ્બથી મંદિર ઉડાવી દેવામાં ાવશે. મંદિરોને ા પ્રકારની ધમકી મળતા તરત જ સુરક્ષા યંત્રણાઓ સતર્ક બની ગઈ હતી. પોલીસે આ પ્રકરણે જે વ્યક્તિને નામે ધમકી આપવામાં આવી હતી તેને અને અન્ય એક વ્યક્તિને તાબામાં લીધી હતી. આ બન્નેની કડક પૂછપરછ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ખરેખર તો આ ધમકી અન્ય એક વ્યક્તિએ આપી છે. જમીનના એક વિવાદને પગલે સંબંધિત વ્યક્તિએ મને ફસાવવા આ ષડયંત્ર રચ્યું છે અને ખરેખર તો આ વ્યક્તિએ ૧૦૦ જેટલા મંદિરને આ પ્રકારની ધમકીઓ આપતા પત્રો મોકલ્યા છે. આ પ્રકારની માહિતી મળ્યા બાદ પોલીસે સંબંધિત વ્યક્તિને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. જાેકે, પોલીસ આ પ્રકરણે વધુ માહિતી આપવાનું ટાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *