શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શાળાના કર્મચારીઓ ની વિદાય નિવૃત્તિ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ વિદાઈ સન્માન સમરોહ માં નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા સાહેબ તેમજ વિનુભાઈ રાવળ સાહેબની ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહેલા શ્રી એમ.એસ. અસારીસાહેબ તેમજ સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રહેલ શાળાના સવિતાબેન બગડાના નિવૃત્તિને સમયે તેમના પરિવારજનો અને શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીની બહેનો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિવૃત્ત થતા કર્મચારીને ભેટ તેમજ શાલ ઓઢાડી ,સાકર પડો આપીને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના કર્મચારી શ્રી નિલેશભાઈ ગૌસ્વામી તેમજ ધૃતિબેન મહેતાએ આ પ્રસંગોએ સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ વિદ્યાર્થીનીઓ એ પણ પોતાના ગુરુ વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.શાળાના આચાર્ય શ્રી ઉષાબેન બી. તેરૈયા તેમજ શાળાના સુપરવાઇઝર શ્રી નીતાબેન ત્રિવેદીએ પણ આ સમયે કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી હતી.નિવૃત થતા શાળાના મદદનીશ શિક્ષક શ્રી એમ. એસ. અસારી સાહેબે પણ પોતાના આ 34 વર્ષના સમયગાળાને વાગોળ્યા હતા.સાથોસાથ શાળાના સવિતાબેન બગડા પણ પોતાના સંસ્મરણો વાગોળી ભાવુક બન્યા હતા.આ કાર્યક્રમનુ સંચાલન સંગીતાબેન પરમારે કર્યું .અંતમાં તમામ વિદ્યાર્થીની બહેનોને મીઠું મોં કરાવવામાં આવ્યું હતું.


