આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય તીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષી તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભગીરથ બામણીયા ના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI )કાર્યક્રમ આજ રોજ દાહોદ જિલ્લાના …. દાહોદ….તાલુકા ની રાતિગાર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો.જેમાં ToFEI ના મુદ્દાઓના પાલન અર્થે આચાર્યશ્રી ને સમજ આપી. બાળકોને તમાકુ થી થતા નુકશાન અંગે માહિતગાર કરી કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.


