આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા નગર પાલિકાનાં પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા ખાસ હાજરી આપી બહેનોને પ્રોત્સાહિત કરેલ
સાવરકુંડલા આઇ સી ડી એસ પરિવાર દ્વારા પોષણ માસ ઉજવણી ૨૦૨૪ અંતર્ગત ખાસ સમાપન સમારોહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતનાં પ્રમુખ જીતુભાઈ કાછડીયા નગરપાલિકાનાં પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ જિલ્લા પંચાયતનાં સદસ્ય પુનાભાઈ ગજેરા શરદભાઈ ગોદાની લાલભાઈ મોર તાલુકા પંચાયતનાં માજી પ્રમુખ લલિતભાઈ બાળધા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ પરસોતમભાઈ ઉમટ ખાસ હાજર રહી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પ્રોત્સાહિત કરેલ હતા

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના આગમન સાથે કુમ કુમ તિલક કરીને બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરવામાં આવેલ હતી ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો ત્યારબાદ આંગણવાડી કાર્યકર બહેનો સેજલબેન અને હંસાબેન દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ હતું સાવરકુંડલા ઘટક એક બે નાં સી.ડી.પી.ઓ દક્ષાબેન ભટ્ટ દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતું એન.એન .એમ બ્લોક કો ઓર્ડીનેટર વનિતાબેન રાઠોડ દ્વારા આ કાર્યક્રમ શા માટે તેના ઉદ્દેશ વિશે વાત કરવામાં આવેલ હતી આંગણવાડી કાર્યકર બહેનો ભૂમિકાબેન બામટા અને સમીનાબેન કપાસી દ્વારા રંગલા રંગલીનું પોષણ જાગૃતિ અંગેનું નાટક રજુ કરવામાં આવેલ હતું ત્યાર બાદ સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતું

મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા છ માસ પૂર્ણ કરેલ બાળકને અન્નપ્રાશન કરાવવામાં આવેલ હતું આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પોષણ ગરબો રજૂ કરી પોષણ અંગે એક જન જાગૃતિનો સંદેશ આપેલ હતો આઇ.સી.ડી.એસ.વિભાગનાં ડીસ્મું બ્લોક કો ઓર્ડીનેટર પૂજાબેન દવે દ્વારા તમામ મહાનુભાવો અને બહેનોને પોષણ શપથ ગ્રહણ કરાવેલ ત્યાર બાદ કાર્યક્રમની આભાર વિધિ મલય ભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી
સમગ્ર કાર્યક્રમનું એકરિંગ ડીસ્મું બ્લોક કો ઓર્ડીનેટર મુસ્તાકભાઈ મહેતર દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ મે સફળ બનાવવા તમામ મુખ્ય સેવિકા બહેનો અને આઇ.સી.ડી.એસ.સ્ટાફ પરિવાર ની સાથો સાથ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો તે બદલ સી.ડી.પી. ઓ શ્રી દક્ષાબેન ભટ્ટ દ્વારા તમામને અભિનદન પાઠવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી

