Gujarat

છોટાઉદેપુર જીલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન તથા દાહોદ જીલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ

રોહન આનંદ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ રાખેલ હોય જે આધારે અસરકારક કામગીરી કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણા જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ જેતપુરપાવી પો.સ્ટેના પો.સબ.ઇન્સ એમ.બી.સોલંકી તથા અ.હે.કો દશલાભાઇ ભદુડીયાભાઇ બ.નં.૩૫૫ તથા પો.કો બાબુભાઇ કરશનભાઇ બ.નં.૯૩૦ તથા પો.કો નરેંદ્રભાઇ લીમસિંગભાઇ બ.નં.૩૬૮ નાઓ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. દરમ્યાન અ.હે.કો દશલાભાઇ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે (૧) કદવાલ પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૪૨૪૦૧૮૨/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧, ૧૧૬(બી)તથા (૨) દાહોદ જીલ્લાના સાગટાળા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૮૨૧૦૫૦૨૩૦૩૧૬/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(ઈ), ૧૧૬(બી) મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રાકેશભાઇ સાબીરભાઇ જાતે રાઠવા રહે ઘોઘાદેવ નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓ મહેંદી કલરની ટી- શર્ટ તથા કમરના ભાગે ભુરા કલરનું જીન્શનું પેન્ટ પહેરેલ છે
તે ઝોઝ બજારમાં આવેલ છે તેવી બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે ઝોઝ બજારમાં જતા બાતમી વાળૉ ઇસમ ઉભો હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ રાકેશભાઇ સાબીરભાઇ જાતે રાઠવા ઉવ.૨૬ રહે ઘોઘાદેવ નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હાઓ બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકડ આધારે તપાસ કરતા સદરી ઇસમ (૧) કદવાલ પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૪૨૪૦૧૮૨/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧,૮૩, ૧૧૭(બી) તથા (૨) દાહોદ જીલ્લાના સાગટાળા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૮૨૧૦૫૦૨૩૦૩૧૬/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫(ઈ), ૧૧૭(બી) મુજબના ગુન્હાઓના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી સદરી નાસતા ફરતા આરોપી રાકેશભાઇ સાબીરભાઇ જાતે રાઠવા રહે ઘોઘાદેવ નિશાળ ફળીયા તા.જી.છોટાઉદેપુર નાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આમ જેતપુરપાવી પોલીસ સ્ટેશન દ્રારા કદવાલ પોલીસ સ્ટેશન તથા ) દાહોદ જીલ્લાના સાગટાળા પો.સ્ટેના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર