Gujarat

જામનગરમાં કોરોના ના નવા ૭ કેસ નોંધાતા તંત્ર સતર્ક થયું

જામનગર
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ફરી એકવાર ચિંતના વાદળો ઘેરાયા છે. અનેક દેશોમાં લોકડાઉન પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. તો આપણા દેશ થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર સાંત થઈ છે. લોકો જાહેર જગ્યાએ માસ્ક વગર બિન્દાસ્ત ફરિયાદ રહ્યા છે. ત્રીજી લહેરની ભયાનકતા જાેઈ હોવા છતાં લોકો બધું ભૂલી નિયમોને નેવે મૂકી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે. હજું ત્રીજી લહેરની ઘાત ટળી નથી, એટલું જ નહીં જામનગર સહીત અનેક જિલ્લાઓ જ્યાં કોરોનાના એક પણ કેસ ન હતા ત્યાં હવે એક સાથે ૭-૧૦ કેસ નોંધાઈ રહ્યા છે.
એક તરફ હાલ લગ્નની સીઝન ચાલુ છે, તો બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ આવી રહી છે. લોકો જાહેરાત સ્થળો પર માસ્ક વગર ભીડવારી જગ્યાએ ફરિયાદ રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ ફરી કોરોનાએ ફંફાડો માર્યો છે. જામનગરમાં મંગળવારે એક સાથે ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ જામનગરમાં કોરોનાના ૧૨ એક્ટિવ કેસ થઈ ચુક્યા છે.
મંગળવારે સાંજે જામનગરમા એક સાથે સાત પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. બાદમાં આ પોઝિટિવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસ કરતા જાણવા મળ્યું કે આ સાતેય દર્દી એક જ પરિવારના છે જેઓ ઉત્તર પ્રદેશ લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા.
જામનગરમાં કોરોનની બીજી લહેર દરમ્યાન વોર્ડમાં બેડ ખૂટી પડ્યા હતા એટલા કેસ નોંધાયા હતા. ત્યારબાદ બીજી લહેર સાંત પડ્યા બાદ પોઝિટિવ કેસની સંખ્યા શૂન્ય થઈ જતા હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં તાળું મારવામાં આવ્યું હતું પરંતુ ફરી એકવાર કોરોનાએ માથું ઊંચકતા ચિંતાનો માંહોલ જાેવા મળી રહ્યો છે. બીજી બાજુ લોકોએ પણ કોરોનની ગાઈડલાઈનનું પાલન કરી તંત્રને સહકાર આપવો જાેઈએ.

7-Corona-positive-case-Jamnagar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *