Gujarat

માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લી. દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ લોહાણા મહાજન વાડી ખાતે યોજાઈ ગયો

પ્રથમ સંતો તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવેલ,
કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને સ્વામી શ્રી મુકતસ્વરૂપ સ્વામી, કોઠારી શ્રી સ્વામી નારાયણ મંદિર લોએજ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ ધો -10 અને ધો – 12 માં તાલુકા લેવલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર નું શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ તેમજ ઉચ્ચ અને વિશિષ્ટ કક્ષાએ પી.એચ.ડી, રમત ગમત ક્ષેત્રે જિલ્લા પ્રથમ, વર્મી કંપોસ્ટ ક્ષેત્રે  જાગૃતતા, રાષ્ટ્રીય પુરસ્કાર  સન્માનનીય શિક્ષકોનું સન્માન તેમજ મંડળીના સભાસદો તેમજ નિવૃત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું,
આ તકે તાલુકા વિકાસ અધિકારી શ્રી આર. વી. ઓડેદરા, પ્રો ડૉ. અનિલ ભાઈ વોરા નિવૃત પ્રોફેસર, મામલતદાર શ્રી આર. ડી. પરમાર, પી. આઈ. ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ. તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધી બાલુભાઈ કોડિયાતર,  વ્યાપારી અગ્રણી નાનકરામ સોમૈયા તેમજ માંગરોળ શહેર અગ્રણીઓ અને મંડળી ના સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા,
કાર્યક્રમની શરૂઆત માં મંડળી ના ચેરમેન શ્રી જેઠાભાઈ નંદાણિયા એ પ્રાસંગિક પ્રવચન કર્યું, કાર્યક્રમ ને સફળ બનાવવા મંડળી ના મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા અને વિરંચિ કે શુક્લા તથા મંડળીના કર્મચારી કુણાલ ભરડાએ ભારે જહેમત ઉઠાવી હતી, આભાર વિધિ મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા એ કરી, કાર્યક્રમ નું સંચાલન રમેશભાઈ જોશી દ્વારા કરવા માં આવેલ,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ