Gujarat

અભયમ ટીમની સરાહનીય કામગીરી: છોટાઉદેપુર જિલ્લામાં ભૂલા પડેલા એક વૃદ્ધ મહિલાને રેસ્ક્યું કરતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ 

છોટાઉદેપુર જિલ્લા માંથી ફોન આવીને જણાવ્યું કે એક 60 વર્ષીય વૃદ્ધા મહિલા કે માર્ગ ભટકી જતા ચાલતા ચાલતા છોટાઉદેપુર શહેર આવી ગયેલ અને રસ્તાની બાજુમાં થાકીને સુઈ ગયેલા, જેથી શહેરના એક સેવાભાવી યુવકએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગતા 181 અભયમ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના જાણી અને પૂછપરછ કરતા એવું જણાય આવ્યું કે પીડિત મહિલા 10 થી 11 કલાક શહેરમાં ભટકયા કરતા હતા એવું લોકોએ કહ્યું ત્યારબાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે પીડિત મહિલાનું કાઉન્સિલર કર્યું પરંતુ પીડિત વૃદ્ધા કઈ પણ બોલવાની સ્થિતિમા ન હતા.
પીડિત મહિલા એટલા બધા ગભરાય ગયેલ એવું લગતા હતા. જેથી મહિલા હેલ્પલાઇન પીડિતાને પ્રેમ ભાવથી વાત કરતા પીડિતાને ઊભા કરિયા જેથી 181 મહિલા હેલપલાઇન ટીમે લાગણી અને પ્રેમ ભાવથી સમજાવતા પીડિત મહિલા 181 ટીમ સાથે જવા માટે રાજી થઈ ગયેલ હોય પરંતુ મહિલા પોતાની તબિયત સારી જણાવતા ન હોવાથી 181 મહિલા હેલ્પલાઇન ટીમે પીડિત મહિલા સરકારી  હોસ્પિટલ પ્રાથમિક સારવાર કરાવી   અને પીડિતાએ પોતાના ગામનું નામ જણાવતા પીડિતાને  તેમના ફેમેલીનેની  સરનામું પીડિતા જણાવ્યું પ્રમાણે પીડાતાને છોકરાના ઘરે પીડિતાને મુકવામાં આવ્યા.
જેથી પીડિતાના દીકરાએ જણાવ્યું કે આમરી માતા સવારના નીકળી ગયેલ હોય જેથી અમને એની જાણ નહોતી માતાને સવાર થી શોધખોડ કરતા ચિંતા કરતા તમે આમરી માતાને મુકવા આવ્યા જેથી   પીડિતાને દિકરાએ અભયમ ટીમનો આભાર મનીયો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર