Gujarat

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રાત્રે સરકારી જન ઓષધિ કેન્દ્ર સહિતના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જતાં દવાઓ માટે હાલાકી ભોગવ્વી પડે છે

ગાંધીનગર
રાજ્ય ના પાટનગર માં જ દર્દીઓ માટે દવા લેવા રાત્રે વલખા મારવા પડે છે, ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રાત પડતા ની સાથે જ સરકારી જન ઓષધિ કેન્દ્ર સહિતના તમામ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જાય છે. એકસમયે ગાંધીનગર સિવિલ કેમ્પસમાં અડધી રાત્રે પણ મેડિકલ સ્ટોર્સ પરથી ઈમરજન્સીમાં દવાઓ મળી રહેતી હતી. જે સેવા પણ છેલ્લાં ઘણાં વખતથી બંધ થઈ ગઈ હોવાથી દવા માટે લોકોને આમતેમ ભટકવું પડી રહ્યું છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં રહેતા હોય છે. ત્યારે સરકારે દર્દીઓને સસ્તા ભાવે જેનેરિક દવાઓ મળી રહે તે માટે દરેક સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે જન સેવા ઓષધી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જે અન્વયે અત્રેની સિવિલમાં પણ સ્ટોર્સ તો ખોલી દેવાયો છે. પરંતુ છાશવારે દવાનો સ્ટોક ખલાસ થઈ જતો હોવાની બુમો ઉઠતી રહેતી હોય છે.
સિવિલના તબીબોને પણ દર્દીઓને સસ્તી દવા લખી આપવા માટે કહેવાયું છે, પરંતુ હજી પણ ઘણા તબીબો અમુક દવા એવી દર્દીને લખી આપે છે કે દર્દીને તે દવા જેનેરિક સ્ટોર્સમાં મળતી નથી. જેનાં કારણે ના છુટકે દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોર્સ પરથી મોંઘા ભાવે દવા ખરીદવાની નોબત આવી રહી છે.
લોકો ને પડી રહેલી હલકી અંગે ગાંધીનગર શહેર વસાહત મહા સંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, જન ઓષધી કેન્દ્ર પરથી અમુક દવા નહીં મળતી હોવાની વ્યાપક ફરિયાદો મળી છે. એમાંય આ સ્ટોર ચોવીસ કલાક ચાલુ રાખવાનો થતો હોવા છતાં રાત્રે નવ વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે. એજ રીતે અહીંના મેડિકલ સ્ટોર્સ પણ બંધ થઈ જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સિવિલ કેમ્પસમાં મેડિકલ સ્ટોર્સ બંધ થઈ જતાં હોવાથી રાત્રિ દરમ્યાન તાત્કાલિક સારવાર અર્થે આવતાં દર્દીઓ સહિતના જરૂરિયાત લોકોને દવા માટે વલખાં મારવા પડતાં હોય છે. જે અંગે અગાઉ પણ સંબંધિત તંત્રમાં અત્રેના જન ઓષધી કેન્દ્રમાં પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવી તેને ચોવીસ કલાક ચાલુ રાખવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં તેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી.

Ahmedabad-Civil-Hospital.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *