Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીવાડી ગામ પાસે હાઇવે રોડ ઉપરથી કિ.રૂ.૬૪,૮૦૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 ઇન્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ  થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે  વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી  છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે ધનીવાડી ગામે હાઇવે રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૬૪,૮૦૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતી કંપનીની સિલ્વર કલરની સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી જેનો રજી.નં.GJ-05-JA-7450નો ચાલક ગાડી મુકી નાસી ગયેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર