Gujarat

સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાટના ઘનીવાડી ચોકડી ખાતે લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ તેઓના મતવિસ્તાર કવાંટના ઘનીવાડી ચોકડી ખાતે લોકોને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.
ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સાથે તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન પીન્ટુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર