જામનગરમાં દિવાળી પર્વનાં તહેવારોની ઉજવણી અંગે શાસ્ત્રોક્ત ચિંતન માટે કર્મકાંડી ભૂદેવો તથા જ્યોતિષીની બેઠક ઉદાસીન આશ્રમ, સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક નાગેશ્વર ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં જામનગરમાં વસવાટ કરતા તમામ કર્મકાંડી ભૂદેવો, જ્યોતિષીઓ માટે દિવાળી ના તહેવારો વિશે શાસ્ત્ર સંમત ચર્ચા કરવા માટે ભૂદેવ કર્મકાંડી સમિતિ બેઠક માં હાજર રહ્યા હતા.

જયારે જામનગર ખાતે ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા શાસ્ત્ર સમંત ધર્મ ચર્ચા કરવાનું નક્કી કરેલું જેમાં દરેક જામનગર છોટી કાશીમાં રહેતા વિદ્વાન ભૂદેવો, જ્યોતિષીઓ, અને કર્મકાંડી ભૂદેવોની ઉપસ્થિતિમાં, ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ, વ્રત પર્વ વિવેક,બ્રહ્મ વૈવર્ત પુરાણ,તિથિ નિર્ણય વગેરે શાસ્ત્રીય ગ્રંથો આધારે તારીખ 01/11/2024ના દીપાવલી પર્વ અને લક્ષ્મી પૂજન ઉજવવો એવો ધર્મ અને શાસ્ત્ર સમંત નિર્ણય કરેલ છે
31-10-2024 તારીખે લોકાચાર પ્રમાણે દીપાવલી ઉત્સવ છે, જેની દરેક ધર્મપ્રેમી જતાએ નોંધ લેવી તેવું જામનગર ભૂદેવ કર્મકાંડી સમિતિ પ્રમુખ કપિલભાઈ પંડ્યા ઉપ પ્રમુખ ભાવેશભાઈ જાની, મહામંત્રી જીગરભાઈ પંડ્યા, ખજાનચી વૈભવભાઈ વ્યાસ,સહમંત્રી રવિભાઈ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

