Gujarat

મનપા વિસ્તારના વિકાસ માટે 16માં નાણાપંચ સમક્ષ નાણાની માગણી કરવામાં આવી

આગામી દિવસોમાં જામનગર શહેરના વિકાસ માટે કોર્પોરેશનને નાણાંની સખત જરૂર છે, સોમવારે મળેલી 16માં નાણાપંચની બેઠકમાં મનપાની સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ પંચ સમક્ષ શહેરના રિવરફ્રન્ટ, રોડ-રસ્તા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ટાઉનહોલ સહિતના કામો માટે રૂા.2 હજાર કરોડ આપવાની માંગણી કરી છે.

જામનગર શહેરની વસ્તી 7.80 લાખ થઈ ચૂકી છે, રીલાયન્સ, એસ્સાર તથા અન્ય કંપનીઓમાં હજારો કર્મચારીઓ અને મજુરો કામ કરે છે, ત્યારે જામનગરનો વિકાસ ખુબ જ જરી છે માટે જામનગર કોર્પોરેશનને તાત્કાલીક નાણા ફાળવવા ભારપૂર્વક રજૂઆત ચેરમેન દ્વારા કરવામાં આવી છે.

સોમવારે 16 માં નાણાપંચની એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી જેમાં આઠેય મહાનગરોના મેયર અને ચેરમેન હાજર રહ્યા હતાં, જામનગર તરફથી અનિવાર્ય સંજોગોના કારણે મેયર હાજર રહ્યા ન હતાં, ચેરમેને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કચ્છની ખાડીની નજીક જામનગર શહેર આવેલું છે, સમૃધ્ધ ઇતિહાસ, સંસ્કૃતિનું મહત્વ અને ઔદ્યોગિક મહત્વ માટે આ શહેર જાણીતું છે, લાખોટા કોઠા, બાલા હનુમાન મંદિર પણ જામનગરમાં છે અને 1964થી રામધૂન સતત બોલાય છે.