Gujarat

વાસુકી ઉધોગ નગરમાં સાડી ઉધોગના પ્રદુષિત પાણીનો બેફામ ફેલાવો : સંબંધીતો મૂક, બધિર ??

પેટા
સ્થાનિક પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નો પણ ઉડાઉ જવાબ એકા બીજા સામે જવાબદારીની ફેંકાફેંકી
જેતપુર શહેરમાં પાણી પ્રદૂષણ દૂર કરવાની જવાબદારી છે તેવાં ડાઈગ એસોસિયેશનના પ્રમુખના કારખાનાવાળા વિસ્તારમાં  બેફામ પાણી પ્રદૂષણ ફેલાતું હોવાનું બહાર આવતા લાગતા વળગતા ડાઈગ એશો. સત્તાધીશોની  બેદરકારી બહાર આવી છે. અને આવી બેદરકારી માં સ્થાને પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની પણ મીલીભગત બહાર આવી છે.
 જેતપુર શહેરના સાડી ઉદ્યોગનું પ્રદૂષિત પાણી રીટ્રીટ કરીને યોગ્ય જગ્યાએ છોડવાની વર્ષો થયા સુપ્રીમ તેમજ હાઇકોર્ટની માર્ગદર્શિકા છે. તેમ છતાં જેતપુરના  કારખાનેદારો બેફામ ગમે ત્યાં કેમિકલયુક્ત ભયંકર પ્રદૂષિત પાણી છોડી રહ્યા છે.
ભૂતકાળમાં જ્યારે પાણી પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદો ઊઠી છે ત્યારે બિચારા  નાના નાના કારખાનેદારોએ આક્ષેપો કર્યા હતા કે પાણી પ્રદૂષણ ફેલાવવામાં અજગર જેવા મોટા મોટા ઉદ્યોગપતિઓનો જ હાથ છે. તે વાત આજે અક્ષરશ સાબિત થઈ છે.
 જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વાસુકી ઉદ્યોગનગરમાં રસ્તા ઉપર બેફામ લાલ કલરનું કેમિકલ પ્રદૂષણ ફેલાતું કેમેરામાં કેદ થઇ ગયું છે. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાનું કારખાનુ ક્રિષ્ના પ્રિન્ટ પણ આ વિસ્તારમાં આવેલું છે.
 અહીં રોજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખની આવન-જાવન થાય છે અને તેઓ સારી રીતે જાણે છે કે તેમના વિસ્તારમાં બેફામ પાણી પ્રદૂષણ ફેલાઇ રહ્યું છે. આમ છતાં તેઓ આંખ આડા કાન કરતા હોવાનું સાબિત થયું છે.
 આજે સ્થાનિક પત્રકારોએ વાસુકી નગર વિસ્તારમાં લટાર મારતા આ વિસ્તારના તમામ રસ્તાઓ પર સાડી  કારખાના ભયંકર કેમિકલયુક્ત લાલ  પાણી રસ્તાઓ પર ભરાયેલા જોવા મળ્યા હતા.
ત્યારે કહેવાનો અર્થ એ છે તે ખુદ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો એસોસિયેશનના શાસકોના વિસ્તારમાં જ આવી રીતે સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પ્રદૂષણ જાહેર રસ્તાઓ પર ફેલાતું હોય ત્યારે અન્ય વિસ્તારોમાં તો પ્રદૂષણ ફેલાય તે સ્વાભાવિક છે.
બોક્સ
કોર્ટની અવગણના કરનાર  કારખાનેદારો સામે કન્ટેમ્પટ ઓફ ધી કોર્ટ મુજબની કાર્યવાહી કરો
જેતપુર : જેતપુરના સાડી ઉધોગને પાણી પ્રદૂષણ ફેલાવવાની પાબંધી હોવા છતાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કારખાનેદારો દ્વારા રીતસરની અવગણના કરવામાં આવી રહી છે. ત્યારે જાગૃત લોકોએ પાણી પ્રદૂષણ ફેલાવનાર કારખાનેદારો સામે કન્ટેમ્પટ ઓફ ધી કોર્ટ મુજબની કાર્યવાહી કરવા કોર્ટમાં જવું જોઈએ એવું બુદ્ધિજીવી લોકો કહે છે.
બોક્સ
એક રામેં એક દીકરાને બચાવ્યો, બીજા રામે પાણી પ્રદૂષણ સામે કર્યા આડા કાન
જેતપુર : ભૂતકાળમાં જેતપુર શહેરમાંથી એક બાળકનું અપહરણ થઇ જતાં તેને મધ્યપ્રદેશ તરફ  ટ્રેન દ્વારા લઇ જવાતો હતો. ત્યારે  રામ અટક ધારી પોલિસ અધિકારીએ પોતાની કુનેહથી  બાળકને  અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવતા આબાદ બચાવ થયો હતો. જ્યારે વર્તમાન સમયમાં જેતપુર વિસ્તારમાં આવેલ ગુજરાત પાણી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી રામ દ્વારા કારખાનેદારોના પ્રદુષણ બાબતે રીતસરના આડા કાન કરવામાં આવે છે.
 જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વાસુકી નગરમાં તેમજ જેતપુર રાજકોટ હાઈવે પર આવેલ એક બેઠા નાળાને પાણી પ્રદૂષણ દ્વારા બંધ કરી દેવાતા આ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શું પગલાં ભર્યા ? તેવો સવાલ કરતા પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી રામે સંતાકૂકડી રમી ને આ બાબતે પાણી પ્રદૂષણ બોર્ડના અન્ય એક અધિકારી વાઘેલાનો સંપર્ક સાધવા જણાવી દીધું હતું. અધિકારી રામે કહ્યું હતું કે વાઘેલા કહેતો આવું પાણી પ્રદૂષણ દૂર કરી શકાય.
 ત્યારે જાગૃત લોકો એવા આક્ષેપ છે કે જેતપુર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં સાડી ઉદ્યોગનું પાણી પ્રદૂષણ ફેલાવવામાં  કેટલાક કારખાનેદારોએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને પણ પોતાના ગજવામાં સમાવી લીધા હોવાનું સાબિત થાય છે. હવે જેતપુરમાં પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ સત્તાધીશોએ ત્રાટકવાની જરૂર છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211202-WA0152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *