અનુસૂચિત જનજાતિના લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા અભિયાન શરૂ
માંગરોળ તાલુકાના ચોટીલીવીડી, રૂદલપુર, અને ખોડાદા ગામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકો માટે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સહેલાઈથી લાભ મળી રહે તે માટે જરૂરી જાણકારી અને માર્ગદર્શન ગ્રામજનોને આપવામાં આવ્યું હતું. આ સાથે વિશેષ ગ્રામ સભા પણ યોજવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રી બિહારના જમુઈ (Jamui) ખાતેથી આજે જનજાતિય ગૌરવ દિવસ નિમિતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (PM-JANMAN) ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી બન્યા હતાં અને તા.૧૫/૧૧/૨૦૨૪ થી ૨૬/૧૧/૨૦૨૪ દરમિયાન યોજાનારા ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત IEC કેમ્પેઈનને લોન્ચ કર્યું હતું. જેનું જીવંત પ્રસારણ પણ ગ્રામજનોએ નિહાળ્યું હતું.

ઉપરાંત સ્વચ્છતા હી સેવા, એક પેડ મા કે નામ અને વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત શપથ લેવામાં આવ્યા હતાં. વિશેષમાં હાલ ચાલી રહેલ સરકારશ્રીની ઈ- કેવાયસી તથા ફાર્મર રજીસ્ટ્રેશન અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અનુસૂચિત જનજાતિના લોકોને વિવિધ યોજનોનો લાભ પણ આપવામાં આવશે.
આ તકે મામલતદારશ્રી માંગરોળ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સહિત સંલગ્ન કચેરીઓનો સ્ટાફ તથા સરપંચશ્રી-વહીવટદારશ્રી અને ગ્રામજનો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

