ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર વાહિયાત આરોપો લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો વિશે એક પૂર્વ ભારતીય રાજદ્વારીએ ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રૂડો જી-૨૦ સંમેલન માટે નવી દિલ્હી આવ્યા હતા. જ્યારે તમામ મહેમાનો કોન્ફરન્સ બાદ પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા, ત્યારે ટ્રૂડોએ પ્લેનમાં ખામીને કારણે ભારતમાં જ રોકાવું પડ્યું હતું. ટ્રૂડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે ભારે તંગદિલી સર્જાઈ છે.
ભારત સરકારે ગયા અઠવાડિયે ટ્રૂડો દ્વારા ભારત પર લગાવેલા આરોપોને ફગાવ્યાં હતા. આર્મેનિયા, પોલેન્ડ, જ્યોર્જિયા અને આવા ઘણા દેશોમાં ભારતના રાજદૂત તરીકે તૈનાત દીપક વોહરાએ ટ્રૂડો વિશે ઘણા સનસનાટીભર્યા દાવા કર્યા છે.
તેમણે કહ્યું કે તાજેતરમાં જ્યારે ટ્રૂડો જી-૨૦ માટે ભારત આવ્યા હતા ત્યારે એરપોર્ટ પર સ્નિફર ડોગ્સે ટ્રૂડોના પ્લેનમાં કોકેન શોધી કાઢ્યું હતું. ત્યારથી, આટલી હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ, ય્૨૦ સમયે ટ્રૂડોની સ્થિતિ ખરેખર સારી ન હતી કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. ટ્રૂડોએ જી૨૦ બાદ રાજ્યના વડાઓનું સન્માન કરવા માટે આયોજિત ડિનરમાં પણ હાજરી આપી ન હતી. ઘણા લોકો હવે દીપક વોહરાના નિવેદનને આ સાથે જાેડી રહ્યા છે.
ટ્રૂડો સામેના આક્ષેપોએ આંતરરાષ્ટ્રીય સમિટમાં વિશ્વના નેતાઓના વર્તન અને રાજદ્વારી સંબંધો પરની અસર વિશે ચર્ચા જગાવી છે. થોડા દિવસો પહેલા ટ્રૂડોના વિમાનમાં આ પ્રકારે ડ્રગ્સ હોવાના અહેવાલો આવ્યા હતા પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. હવે ઘણા કેનેડા સરકાર તરફથી સત્તાવાર પ્રતિસાદ અને ભૂતપૂર્વ રાજદ્વારી દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે સ્પષ્ટતાની રાહ જાેઈ રહ્યા છે.