Gujarat

આરોગ્ય તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે નસવાડી સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

 છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે નસવાડી સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક  સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પનો નસવાડી તાલુકાના આસપાસના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં હોમિયોપેથિક દ્વારા ૮૫ લાભાર્થીઓ, આર્યુવેદ દ્વારા ૧૬૫, હાયપર ટેન્શનના ૧૦૫ તથા જનરલ ઓપીડી (એલોપેથીક) ૧૪૭ સારવાર લીધી હતી. જ્યારે આરોગ્ય શાખા દ્વારા ડાયબીટીસના ૧૦૫, ટીબી સંકાસ્પદના ૭,  આયુષ્યમાન કાર્ડના ૧૪ અને આભા કાર્ડના ૫૧ મળી કુલ ૬૯૪
લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
 આ કાર્યક્રમમાં કારોબારી સભ્ય  શર્મિલાબેન રાઠવા,  એપેડેમીક મેડીકલ ઓફિસર છોટાઉદેપુર, તાલુકા આરોગ્ય અધિકારી નસવાડી, આયુર્વેદિક હેલ્થ ઓફિસર અન્ય અધિકારીશ્રીઓ અને ગ્રામ્યજનો  ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર