સાવરકુંડલા : સરકારશ્રીની પી.એસ.એસ. યોજના હેઠળ ખેડુતો પાસેથી પ્રતિમણ રૂા.૧૩૫૬.૫૦ ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટે ભારત સરકારશ્રીની નોડલ એજન્સી-નાફેડ અને રાજયની નોડલ એજન્સી ગુજરાત સ્ટેટ કો-ઓ૫. માર્કેટીંગ ફેડરેશન (ગુજકોમાસોલ) મારફત કરવાની પ્રસ્થાપિત સિસ્ટમથી ખરીદી કરવાની નીતી અન્વયે સાવરકુંડલા વિસ્તાર માંથી ખરીદી માટે ગુજકોમાસોલના ચેરમેનશ્રી અને રાષ્ટ્રીય ક્ષેત્રે સહકારી નેતૃત્વ સંભાળી રહેલા માન.શ્રી દિલી૫ભાઇ સંઘાણી ના માર્ગદર્શન નીચે સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને કેન્દ્રની મંજુરી મળતા આજ રોજ સાવરકુંડલા એ.પી.એમ.સી. કેન્દ્ર ખાતે ટેકાના ભાવથી મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળા અને અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી મનીષભાઇ સંઘાણી ની વીશેષ ઉ૫સ્થિતીમાં કરવામાં આવેલ છે.

આ પ્રસંગે એ.પી.એમ.સી સા.કું.ના વા.ચેરમેનશ્રી મહેશભાઇ લખાણી, સા.કું. તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી જીવનભાઇ વેકરીયા, શહેર ભાજ૫ પ્રમુખશ્રી પ્રવીણભાઇ સાવજ, નગર પાલીકા પ્રમુખશ્રી મેહુલભાઇ ત્રીવેદી, જી.પં. સિંચાઇ અને સહકાર સમિતિના ચેરમેનશ્રી લાલભાઇ મોર, જી.પં. સદસ્યશ્રી શરદભાઇ ગૌદાની, જીલ્લા ભાજ૫ ઉપાઘ્યક્ષશ્રી શરદભાઇ પંડયા, તા.પં.પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, નાગરીક બેંકના એમ.ડી.શ્રી ૫રાગભાઇ ત્રીવેદી, તાલુકા સંઘ અને એ.પી.એમ.સી.ના ડાયરેકટરશ્રીઓ મનસુખભાઈ દેસાઈ, ધીરુભાઈ વોરા, અતુલભાઇ રાદડિયા, રમેશભાઈ રાદડિયા, જસુભાઇ ખુમાણ, દેવાતભાઇ બલદાણીયા, અશ્વીનભાઇ માલાણી, હરેશભાઇ મશરૂ, સહીત સહકારી આગેવાનો, વેપારી મિત્રો ઉપસ્થિત રહેલ. આ ખરીદીનો શુભારંભ કરાવવા ની વ્યવસ્થા માટે તાલુકા સંઘના મેનેજરશ્રી રાજુભાઇ માલાણી, સતીષભાઇ મહેતા અને સ્ટાફગણ, તેમજ એ.પી.એમ.સી.ના સેક્રેટરી જતીનભાઇ અને સ્ટાફગણે સહીયારી જહેમત ઉઠાવી આયોજન પાર પાડેલ છે.

