અમરેલી જીલ્લાના ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર ધામ, ધારી રોડ, ચલાલા ખાતે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ તા.૧૬-૦૨-૨૦૨૫ ને રવિવારના રોજ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવનું નોંધણી કાર્ય શરુ છે. તો દરેક જરૂરિયાતમંદ લોકોને વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવી આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.
આ સમૂહ લગ્નમાં જોડાનાર નવદંપતિઓને સંતો – મહંતો રૂડા આશીર્વાદ આપશે. આ સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીઓને જુદા-જુદા દાતાશ્રી તરફથી ૧૩૦ ઉપરાંત વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે.ખાસ નોંધનીય બાબત એ છે કે આ સમૂહ લગ્નમાં વિદેશથી ખાસ મહેમાનો ઉપસ્થિત રહેશે.આવેલ તમામ મહેમાનો માટે ભોજન સહીત ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. લગ્ન પછી કુવરબાઈનું મામેરું ૧૨૦૦૦ અને સાત ફેરા સમૂહ લગ્નના ૧૨૦૦૦ મળે તેના કાગળોની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા માટે વર- કન્યાના જન્મ તારીખના ઓરીજનલ દાખલા, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટા – ૨ વગેરે જરૂરી કાગળોનું લિસ્ટ લઇ વહેલા તે પહેલાના ધોરણે નોંધણી કરાવવા સંસ્થાના વડા શ્રી રતિદાદાની યાદીમાં જણાવાયું છે.
આ સંદર્ભે ગાયત્રી સંસ્કાર ધામ – ધારી રોડ, ચલાલા. સંપર્ક : પૂ. રતિદાદા – મો. ૯૪૨૭૪ ૯૧૦૯૭, ૮૮૬૬૩૭૪૧૧૨, ૯૩૧૩૭૦૭૩૯૦ સંપર્ક સાધીને વધુ વિગત મેળવી શકાય છે.
બિપીન પાંધી સાવરકુંડલા

