Gujarat

આણંદમાં BJP કાઉન્સિલર દિપુ પ્રજાપતિ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો

આણંદમાં BJP કાઉન્સિલર પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે. BJP કાઉન્સિલર પર મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાત્રીના સમય જયારે મહિલા ઘરે હતી ત્યારે BJP કાઉન્સિલર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અચનાક પતિ ઘરે આવી જતા કાઉન્સિલરે પતિ પર હુમલો કર્યો હતો જેથી પતિએ બુમો પાડતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતો અને કાઉન્સિલરને મેથીપાક ચખાડ્યો હતો.

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે, કેટલાક લોકો મારામારી કરી રહ્યા છે. ત્યારે હાલ સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે.