Gujarat

આરોગ્ય  તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે બોડેલી સી.એચ.સી. ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પમાં ૫૧૪ લાભાર્થીઓએ લાભ લીધો
છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે બોડેલી સી.એચ.સી. ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની ઉપસ્થિતિમાં નિ:શુલ્ક  સર્વ રોગ નિદાન કેમ્પનો યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પનો નસવાડી તાલુકાના આસપાસના ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં હોમિયોપેથિક દ્વારા ૧૨૬ લાભાર્થીઓ, આર્યુવેદ દ્વારા ૧૮૦, એલોપેથીક સેવામાં ૨૦૮  સારવાર લીધી હતી. જ્યારે આરોગ્ય શાખા દ્વારા એન સી ડી, લેબોરેટરી ટેસ્ટ, પી એમ જે એ વાય કાર્ડ તથા સિકલસેલ તથા અન્ય રોગો આમ જુદા જુદા કુલ ૫૧૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઇ રાઠવા, મહિલા અને બાળ વિકાસ ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઇ રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરત ચૌહાણ તથા જિલ્લા આર્યુવેદિક ઓફિસર  પારુલબેન વસાવા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શિતલકુંવરબા મહારાઉલ, અલીખેરવા જુથ ગ્રામ પંચાયત સરપંચ  ગંગાબેન રાઠવા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર