International

ચીનમાં મહિલા ટેનિસની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નહીં યોજાય

વોશિંગ્ટન
ચીનમાં અત્યાર સુધી દર વર્ષે મહિલા ટેનિસની કુલ ૧૦ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન થતું હતુ. જેમાં વર્ષની અંતિમ ટુર્નામેન્ટ – ડબલ્યુટીએ ફાઈનલ્સનો પણ તેમાં સમાવેશ થાય છે. તે છેલ્લા એક દાયકાથી ત્યાં યોજાતી હતી. જે હવે બંધ થઈ જશે.વિશ્વની ટોચની ડબલ્સ મહિલા ખેલાડી પેંગ શુઆઈએ ચીનના ટોચના રાજનેતા પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. જે પછી તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. જે અંગે વિશ્વભરમાં ઉહાપોહ મચી ગયો હતો અને યુએને પણ ચીનનો જવાબ માંગ્યો હતો. જે પછી વિવાદને શાંત કરવા ચીને એવી વ્યવસ્થા ગોઠવી કે પેંગ શુઆઈ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના વડા થોમસ બાચ સાથે વિડિયો કોલ પર વાતચીત કરી શકે. જે અંગેની તસવીર વહેતી કરાઈ હતી. આઇઓસીએ આ અંગેનો કોઈ વિડીયો રિલીઝ કર્યો નહતો અને તેમની વચ્ચેની વાતચીતની વિગતો જાહેર કરી નહતી. માત્ર એટલું જ કહ્યું હતુ કે, થોમસ બાચની પેંગ શુઆઈ સાથે ૩૦ મિનિટ વાત થઈ હતી.ચીનના ભૂતપૂર્વ ઉપ વડાપ્રધાન પર યૌન શોષણનો આરોપ મૂક્યા બાદ અચાનક જ લાપત્તા બનેલી ચાઈનીઝ ટેનિસ સ્ટાર પેંગ શુઆઈ હજુ સુધી જાહેરમાં આવી નથી કે, તેણે કોઈ નિવેદન પણ આપ્યું નથી. જેના કારણે તેની ક્ષેમ-કુશળતા અંગે વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ સર્જાયેલું છે. ચીનના સત્તાધીશોએ જ પેંગ શુઆઈને ગાયબ કરી દીધી હોવાનું મનાય છે, ત્યારે વિમેન્સ ટેનિસ એસોસિએશને (ડબલ્યુટીએ) ચીનમાં યોજાતી મહિલા ટેનિસની તમામ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્‌સને રદ કરી દેવાનો ર્નિણય લીધો છે. ચીનની સાથે સાથે હોંગકોંગમાં પણ મહિલા ટેનિસની કોઈ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ નહીં રમાય. મહિલા ટેનિસ એસોસિએશનના વડા અને સીઈઓ સ્ટીવ સિમોને કહ્યું કે, આ પ્રતિબંધ માત્ર આવતા વર્ષ સુધી જ છે તેમ માનવાનું કોઈ કારણ નથી. તે આગામી વર્ષો સુધી જારી રહી શકે છે. અમે આ ર્નિણય ડબલ્યુટીએના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, પ્લેયર્સ, ટુર્નામેન્ટ્‌સના આયોજકો અને પ્રાયોજકોની સહમતીથી લીધો છે. આ ર્નિણયને કારણે ડબલ્યુટીએને લાખ્ખો ડોલરનો ફટકો પડી શકે છે. છતાં અમે આ ર્નિણય લીધો છે. જેને વિશ્વભરના ટેનિસ સ્ટાર્સની સાથે સાથે આઇટીએફ અને યુરોપીયન સંઘે આવકાર્યો હતો. નોંધપાત્ર છેે કે, ૨૦૨૨માં વિન્ટર ઓલિમ્પિક ચીનમાં યોજાઈ રહ્યા છે, જેના કારણે આઇઓસી ચીનને હાલ નારાજ કરી શકે તેમ નથી. વળી, જાે પેંગ શુઆઈ કોઈ બંધનમાં ન હોય તો તે શા માટે ડબલ્યુટીએના વડા કે તેના ટેનિસ જગતના અન્ય સાથીઓની સાથે વિડિયો કોલ પર વાત કરતી નથી ? તે પ્રશ્ન તેની ચિંતાજનક પરિસ્થિતિને સૂચવે છે.

China-Women-Tennish.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *