Gujarat

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ સોનાનો ચેઇન શોધી કાઢી મુળ માલીકને પરત સોંપી આપતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર  એ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી માલીકોને પરત કરવા તથા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સી.એસ.કુગસિયા એ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય સાવરકુંડલા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અરજદાર મેહુલભાઇ પ્રવિણદાસ ગોંડલીયા (રહે. ગામ-ભેંકરા તા.સા.કુંડલા જી.અમરેલી વાળા) મળતા અરજદારે રજુઆત કરેલ કે, સાવરકુંડલાના મહુવા રોડ ખાતે ખરીદી કરવા આવેલ હતા. આ વખતે પોતાના ગળામાં પહેરેલ સોનાનો ચેઇન ગુમ થયેલ છે તેવી રજુઆત કરતા, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ અરજદારનો ગુમ ગયેલ ચેઇન અરજદારને તાત્કાલીક મળી જાય તે માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફને સુચના આપતા સી.સી.ટી.વી. તથા હ્યુમન સોર્સ આધારે અરજદારનો ગુમ ગયેલ સોનાનો ચેઇન કી.રૂ.૧,૧૫,૦૦૦/- નો શોધી કાઢી અરજદારને પરત સોંપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક કરેલ. આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર સી.એસ. કુગસિયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
બિપીન પાંધી  સાવરકુંડલા