Gujarat

જેતપુરમાં પાણીનું ટેન્કર ચલાવતા કાઠી યુવાન પર ત્રણ શખ્સોનો ઘાતકી હુમલો.  મારી બહેનના લગ્ન કરાવી તેની જીંદગી બગાડી નાખી, આજે તને જાનથી મારી નાખવો છે’તેમ કહી 3 શખ્સોએ હુમલો કર્યો.

જેતપુરમાં રબારીકા રોડ પર પાણીનો ટાંકો ખાલી કરવા જતા પિતા-પુત્ર પર ‘તમે લોકોએ મારી બહેનના લગ્ન કરાવી તેની જીંદગી બગાડી નાખી, આજે તને જાનથી મારી નાખવો છે’ કહી 3 શખ્સોએ ઘાતકી હુમલો કર્યો છે. આ મુદ્દે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ભાદરના સામાંકાંઠે રહેતા અને પાણીના ટેન્કર ચલાવવાનું કામ કરતા ભોગ બનનાર અનિરુધ્ધભાઇ સુમતભાઇ વાળા(ઉ.વ.26)એ પોલીસ ફરિયાદમાં ચંદ્રેશ હકુભાઈ ખુમાણ,વનરાજ હકૂભાઈ અને હકૂભાઈ કાળુભાઈ ખુમાણ(રહે.પીઠડીયા)નું નામ આપતા મારામારી અને ધમકી અંગેની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.
અનિરુદ્ધભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરીવાર સાથે રહું છુ અને ડ્રાઇવિંગ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.હું આનંદ કોટન કારખાનેથી પાણીનો ટાંકો ફિલ્ટર પ્લાટ રબારીકા રોડ પર ખાલી કરવા જતો હતો ત્યારે રબારીકા રોડ પર ચંદ્રેશભાઇ હકુભાઇ ત્યા ઉભા હોઇ અને તેઓએ મને ઉભો રાખેલ જેથી મે મારુ ટેન્કર ઉભુ રાખ્યું. ત્યારે,આ ચંદ્રેશભાઇ ના હાથમાં લાકડાનો ધોકો હોઇ અને હું આ ટેન્કર ઉભુ રાખતા આ ચંદ્રેશભાઇ એ મને ખેંચી નીચે ઉતારેલ અને કહેવા લાગેલ કે તમે લોકો એ મારી બહેન સોનલના લગ્ન કરાવી તેની જીંદગી બગાડી નાખી છે તેમ કહી મને શરીરે ધોકા મારવા લાગેલ અને સામેથી તેનો ભાઇ વનરાજભાઇ પણ હાથમાં પાઇપ મને મારવા આવેલ અને મને માથાના ભાગે એક ઘા મારી દીધેલ જેથી હું નીચે પડી ગયેલ હતો.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, પિતા હકુભાઇ જે કેબીને બેસેલ તે પણ દોડીને આવેલ અને પથ્થર લઈ પથ્થરનો છુટ્ટો ઘા કરેલ જેથી મે બચાવ સારૂ મારા હાથ આડા રાખતા મને હાથે મુંઢ ઇજા થયેલ અને આ હકુભાઇએ મને પકડી રાખેલ અને ચંદ્રેશ તથા વનરાજ મને શરીરે આડેધડ મારમારવા લાગેલ અને મને જેમફાવે તેમ ગાળો આપવા માંડ્યા હતા અને કહ્યું હતું કે, આજે તને જાનથી મારી નાખવો છે.તે અમારી દીકરીની જીંદગી બગાડેલ છે.તે દરમ્યાન મારાભાઇ જયરાજ આવી ગયેલ અને મને વધુ મારમાંથી બચાવેલ અને આજુબાજુમાં ઘણા માણસો ભેગા થઈ જતા આ લોકો ત્યાંથી જતા રહેલ અને ત્યાર બાદ ફરિયાદના ભાઇએ  પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે રીફર કર્યો હતો.આ અંગે જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211202-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *