Gujarat

તા 26-11-2024 ના રોજ NCC DAY નિમિતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા HDFC બેંક જામનગર ના સહયોગ થી 27 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા બ્લડ ડોનેશન ડ્રાઈવ નું આયોજન નેશનલ હાઇ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું

– આ કાર્યક્રમ માં 100 જેટલા કેડેટસ એ ભાગ લીધો હતો અને 35 કેડેટો અને આર્મી સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું.

– આ કાર્યક્રમ માં ચીફ ગેસ્ટ તરીકે રેડ ક્રોસ ના ચેરમેન શ્રી બીપીનભાઈ જવેરી તથા 27 ગુજરાત બટાલિયન ના કમાંડિંગ ઓફિસર કર્નલ મનીષ દોરે સર તથા વાઈસ ચેરમેનશ્રી ડો. અવીનાશ ભાઈ ભટ્ટ, તથા શ્રી કિરીટભાઈ શાહ,શ્રી ભાર્ગવ ભાઈ ઠાકર,શ્રી આનદભાઈ મહેતા,રાજેન્દ્ર ભાનુશાલી. નિકુલ દાન ગઢવી, અવની બેન ત્રિવેદી, રેખાબેન જોશી, ઉષાબેન ગાંધી તથા રેડ ક્રોસ ના અન્ય મેમ્બરો HDFC બેંક ના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ હિતેન કનખરા અને રાણા સાહેબ તથા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

– આ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રેડ ક્રોસ સોસાયટી તથા ૨૭, ગુજરાત બટાલિયન એન.સી.સી. ના કમાન્ડીંગ ઓફિસર કર્નલ મનીષ દોરે તથા એસ એમ અશોકકુમાર તથા કેપ્ટન એન.સી.પરમાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.