આ તકે સ્થાનિક રહીશો હરેશભાઈ સૂચક તેમજ અન્ય રહેવાસીઓએ સફાઈ થતાં નિરાંતનો શ્ર્વાસ લીધો.
સાવરકુંડલા શહેર વોર્ડ નંબર પાંચના હાથસણી રોડ પર આવેલ શિવશક્તિ સોસાયટીની હદમાં રહેલ જાહેર વોંકળામાં રહેલી ગંદકીને આજરોજ સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય પ્રતિનિધિ જીગ્નેશભાઈ ભરાડની સૂચના મુજબ સફાઈ સુપરવાઇઝર હિતેશભાઈ રબારીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આ ગંદકી જેમાં પ્લાસ્ટિક અને ગંદકી દિવાળી પછી ઘણા સમયથી હોય અહીંથી પસાર લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આમ સફાઈ થતાં સ્થાનિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો આ સંદર્ભે આ વિસ્તારના રહીશ કે જેમના ઘર પાસે જ આ વોંકળો આવેલ છે તેવા હરેશભાઈ સૂચક અને રહેવાસી દ્વારા નગરપાલિકા સફાઈ કર્મચારીઓ તેમજ આ વિસ્તારના નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ જીગ્નેશભાઈ ભરાડનો સમેત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

