નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રોજ ધારણા પર બેસવા ચીમકી આપી.
ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ અથવા સર્વિસ રોડ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યાં હોય પરંતું આજ સુધી કોઈ સર્કલ તેમજ સર્વિસ રોડ નહી બનતા અને કોઈ નિવારણ આવેલ નથી.

જે બાબતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગાંગડા, પસવાડા, ખાત્રીવાડા, ઊંટવાડા ગ્રામ પંચાયતના સરપંચો, સનખડા તાલુકા પંચાયતના સદસ્ય, માણેકપુર તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, આગેવાનો તેમજ ગ્રામજનો સહિતના લોકોએ ડે. કલેકટર તેમજ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. અને આગામી દિવસોમાં કોઈ નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રસ્તા પર ધારણા પર ઉતરી આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી હતી.

ભાવનગર-સોમનાથ રોડ ઉપર આવેલ ઉનાના ગાંગડા ગામે હાઈવે પર સર્કલ તથા સર્વિસ રોડ ન હોવાના કારણે આજુબાજુના 13 થી વધુ ગામનાં લોકો, વાહન ચાલકો, ખેડુતો, રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અગાઉ 18 નવે. 2024 ના રોજ ડીબ્યુટી કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી હતી. તેમ છતાં આઠ દિવસ સુધી કોઈપણ અધિકારી અથવા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રતિક્રિયા મળે નથી. જેથી આગામી તા. 2 ડિસેમ્બર 2024 ને સોમવારના રોજ ગાંગડા નેશનલ હાઈવે રોડ ઉપર સવારના 10 કલાકે ધારણા પર બેસી આંદોલન કરવા ચિમકી આપી હતી.

