તા. ૪ ડીસેમ્બર સુધી ફોર્મ મેળવી જમા કરાવવું
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં લોકનૃત્ય/લોકવાધ્યની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ભાગ લેવા માંગતા ૧૪ થી ૨૯ વર્ષના અનુસુચિત જન જાતિના યુવક-યુવતીઓએ પોતાનું અરજી ફોર્મ તા. ૨૮/૧૧/૨૪ થી તા. ૦૪/૧૨/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,એ-૮, બીજો માળ, છોટાઉદેપુર ખાતે કચેરી સમય દરમ્યાન ફોર્મ મેળવી જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી – છોટાઉદેપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

