Gujarat

બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

છોટાઉદેપુર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો તા.૦૧/૧૨/૨૦૨૪થી  પોર્ટલ પર અરજી કરી શકશે
 છોટાઉદેપુર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયો માટે અરજી કરી શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
બાગાયત ખાતાની નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેની વિવિધ યોજનાઓ ટ્રેક્ટર (20 bhp સુધી), કાચા/અર્ધ પાકા મંડપ, સ્વયં સંચાલિત મશીનરી, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, ખેતર પરના શોટીંગ ગ્રેડીંગ ના એકમો, નેપસેક સ્પ્રેયર, સરગવાની ખેતીમાં સહાય, પ્રોસેસિંગના સાધનો, ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર જેવા ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૦૧/૧૨/૨૦૨૪ થી ૦૭/૧૨/૨૦૨૪ સુધી અને ફળપાક વાવેતરમાં સહાય(આંબા, જામફળ,લીંબુ), કેળ/પપૈયા ફળપાક ઉત્પાક્તા, પોલીહાઉસ, નેટહાઉસ, ડ્રેગનફુટમાં સહાય, જેવા ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૦૧/૧૨/૨૦૨૪ થી ૧૫/૧૨/૨૦૨૪ સુધી આઈ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવશે.
જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની કોઈ પણ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ પંચાયત કેન્દ્ર માં VCE મારફત અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત પોતાના ૭,૧૨ અને ૮-અ ના તાજા પુરાવા, આધારકાર્ડ,તથા આધાર લીન્ક બેન્ક ખાતાની વિગત તેમજ જાતિનો દાખલો અનુ. જાતિ તેમજ અનુ. જનજાતિના ખેડુતોએ માટે વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો અરજી કર્યા બાદ દીન -૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-૧, બીજો માળ, જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે રૂબરૂ જમા કરાવવા નાયબ બાગાયત નિયામક, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર