Gujarat

કલોલ એસટી ડેપો પાસે દિવાલ ધરાશાયી થઈ એકટીવા પર પડતાં બે બહેનોને ઇજા, મોટી દુઘર્ટના ટળી

કલોલમાં જૂના અને જર્જરિત થઈ ગયેલા શોપિંગ સેન્ટર લોકોના જીંદગી માટે જોખમી બની ગયા છે. છતાં નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા શું કરે છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કલોલ એસટી ડેપો અને મુખ્ય શાક માર્કટ પાસે આવેલ વર્ષો જૂની ઇસુબ એસ્ટેટ બિલ્ડીંગ ભયજનક અને જર્જરિત બની ગયું છે.

બુધવારે સાંજે 6:30 કલાકના સમયે અચાનક આ બિલ્ડિંગના બીજા માળના કઠેળાની દીવાલ તૂટીને એકટીવા લઈને શકમાર્કટમાં શાકભાજી લેવા માટે આવેલ બે બહેનો પર પડતાં આ એક્ટિવાના આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. આ બંને બહેન એક્ટિવા સાથે નીચે પડી ગઈ હતી. તેમને હાથના ભાગે ઇજાઓ થઈ હતી. તેમનો આબાદ બચાવ થયો હતો. તેમજ આ એસ્ટેટમાં આવેલ વેપારીઓનો પણ આબાદ બચાવ થયો હતો.

સાંજે 6:30 કલાકે આસપાસ ઘટના બની હતી આ સમય નોકરી-ધંધાવાળા છૂટીને શાકમાર્કટ તેમજ એસટી ડેપો અને રિક્ષા સ્ટેન્ડ હોય લોકોની મોટી સંખ્યામાં અવર જવર રહે છે. પરંતુ આજે સમય સંજોગ લોકોની ઓછી અવર જવર આ રસ્તા પર હોવાને કારણે મોટી દુર્ઘટના બની છતાં કોઈ જાનહાનિ થઈ નથી.