જામકંડોરણાના સોડવદર ખાતેથી રૂ.૫૦૦૦ની કિંમતની જામગરી બંદૂક સાથે ખેડૂતને ઝડપી પાડીને રાજકોટ એસ.ઓ.જી બ્રાંચે કાર્યવાહી કરી છે
બનવાની વિગતો મુજબ એસ.ઓ.જી. શાખાનો સ્ટાફ જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતો. તે દરમ્યાન બાતમીરાહે હકિક્ત આધારે ક્રિપાલસિંહ સતુભા જાડેજાની વાડીમાં દરોડો પાડતા ગેરકાયદેસર હથિયાર મળી આવેલ હતું. જે કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલ આરોપીએ જેની પાસેથી હથિયાર લીધું હતું તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ખેતીમાં ઉભા પાકને પ્રાણીઓ નુકસાન ન કરે તે માટે ભડાકા કરવા વંથલી પંથકના કોઈ શખ્સ પાસેથી લાંબા સમય પહેલા હથિયાર લીધું હોવાનું આરોપીએ રટણ કર્યું છે.

