ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકત આધારે ઝોઝ પોલીસ સ્ટેશન ।।| પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૨૨૪૦૯૫૯/૨૦૨૪ તથા છોટાઉદેપુર » પોલીસ સ્ટેશન ।।| પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૪૧૨૯૮/૨૦૨૪ ના કામે પ્રોહિબીશનના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વિપુલકુમાર નાગજીભાઇ રાઠવા રહે-જુની ભાઠ, તા.હાલોલ જી.પંચમહાલ નાઓ છોટાઉદેપુર બસ ડેપો ખાતે ઉજ્જૈન જવા ઉભો છે. જે હકીકત આધારે તે જગ્યા પર જઇ વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી સદર ઇસમ ને પકડી પાડી BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

