Gujarat

છોટાઉદેપુર ખાતે રેન્જ આઈ.જી. સંદીપ સિંહ દ્વારા મુલાકાત લેવામાં આવી

છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ મહાનિરીક્ષક  દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ દ્વારા હાલમાં છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં આવતા વિવિધ પોલીસ મથકોની મુલાકાત આઇ.જી. દ્વારા લઇ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય  છે કે જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા હતા. જ્યારે છોટાઉદેપુર પોલીસની કામગીરીથી સંદીપસિંહ સંતુષ્ટ થયા હતા . જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખની આગેવાનીમાં જિલ્લાની પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ આગળ પણ આવી સારી કામગીરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અંગે તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજી તેઓ કરેલી પોલીસ કામગીરીની સમીક્ષા અંગે વિગતવાર જાણકારી આપી હતી.
વડોદરા રેન્જ આઇ.જી.પી. સંદીપસિંહે જણાવ્યું હતું કે વડોદરા રેન્જ ઓફિસ તરફથી દર નવેમ્બર માસમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવે છે. જે અનુસંધાને અમારા દ્વારા છોટાઉદેપુર પોલીસ તેમજ વિવિધ બ્રાંચની કામગીરીની સમીક્ષા આ વર્ષે પણ કરવામાં આવી. જે અંતર્ગત છોટાઉદેપુરના બોડેલી, કદવાલ પોલીસ મથકોની મુલાકાત તથા નસવાડીમાં પોલીસ આવાસોના ખાતમુહૂર્તમાં હાજરી આપી હતી. જ્યારે અન્ય બ્રાન્ચની મુલાકાત લેતા સારી કામગીરી થઇ રહી છે.
તેમ જણાવ્યું હતું. જ્યારે છોટાઉદેપુર ખાતે પરેડનું નિરીક્ષણ કરાયું જેમાં પોલીસની તૈયારી અને આયોજન જોવા મળ્યું જેમાં મોકડ્રીલ, ચેક પોસ્ટ ઓપરેશનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. અને વિવિધ બ્રાંચોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ગત વર્ષે જે સારી કામગીરી કરવામાં આવી તેના કરતા પણ વધારે સારી કામગીરી કરવામાં આવે અને ઓછામા ઓછા સમયમાં પ્રજાને કેવીરીતે મદદ કરી શકાય. ગત વર્ષે સાયબર ક્રાઇમ ફ્રોડના ૨૨ લાખ રૂપિયા પ્રજાને પરત કર્યા છે. આવનારી લોક અદાલતમાં પોલીસ દ્વારા શું આયોજન કરવુ જોઈએ તે અંગે ચર્ચાઓ કરવામાં આવી તથા અન્ય પોલીસ વ્યવસ્થા બાબતે જરૂરી સૂચનો આપ્યા છે. તેમ જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર