મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૧૦ ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ચચેર સિમલ ફળિયા ગામ ખાતે મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેન યોજનાના કર્મચારી દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાની માહિતી સખી મંડળની બહેનો આપવામાં આવી હતી.

આ ઉપરાંત મહિલા અને બાળ અધિકાર વિશેની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સાથે ઉપસ્થિત મહિલાઓએ ‘બેડી બચાવો બેટી પઢાઓ’ અંગેની સપથ લીધી હતી. આ કાર્યક્રમમાં CLFના પ્રમુખ,પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, કલસ્ટર કો.ઓર્ડીનેટર, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

