પુત્ર દારૂ પીવાની ટેવ ધરાવતો, માર મારવાનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે
જેતપુરમાં કળિયુગી કપાતર પુત્રએ તેમના વૃદ્ધ પિતાને બંધી બનાવીને ત્રણ દિવસ સુધી રૂમમાં ગોંધી રાખીને ઢોર માર મારતા વૃદ્ધને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉંમર વર્ષ 75 નામના વૃદ્ધને ઘરમાં પૂરી રાખી પોતાના પુત્ર હરેશ ઉર્ફે દલાએ ઢોર માર માર્યો છે. કપાતર પુત્રને દારુ પીવાની ટેવ ધરાવે છે તેવી વિગતો સામે આવી છે. માર મારવાનું કારણ હજુ અકબંધ છે. અંતે આજુબાજુવાળા સ્થાનિકોએ પિતાને પુત્રની ચુંગાલમાંથી છોડાવી સારવાર અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. ઈજાગ્રસ્તની ઇજા ગંભીર હોઈ વધુ સારવાર અર્થ જૂનાગઢ રીફર કરાયા છે.
કપાતર પુત્ર પિતાને માર મારવાનો બનાવના સમગ્ર પંથકમાં ફેલાઈ જતા નરાધમ પુત્ર ઉપર લોકોએ ફીટકાર વરસાવ્યો છે. જેતપુર ઉદ્યોગ નગર હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. વૃદ્ધને માર મારવાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે.

