International

અમેરિકામાં ચીનની ૪ સરકારી કંપનીઓ ડિલિસ્ટ કરવામાં આવી હતી

ન્યુદિલ્હી
અમેરિકામાં એક્ઝિક્યુટિવ ઓર્ડર ભારતમાં સરકાર દ્વારા સંસદમાં જે રીતે વટહુકમ લાવવામાં આવે છે તે પ્રકારનો મનાય છે. ચીનની કમ્યુનિસ્ટ ચાઇનીઝ મિલિટરી કંપનીઓમાં રોકાણ રોકવા માટે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવવામાં આવ્યો હતો. તેના પગલે અમેરિકામાં લિસ્ટેડ ચીનની ચાર સરકારી કંપનીઓ ચાઇના યુનિકોમ, ચાઇના ટેલિકોમ, ચાઇના મોબાઇલ અને સીનૂક લિમિટેડ ડિલિસ્ટ થઈ હતી. સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન (એસએમઆઇસી)ેનું ટ્રેડિંગ પણ આ આદેશના લીધે બંધ થઈ ગયું હતું. ચીનની આ સરકારી કંપનીઓ અમેરિકાના રાષ્ટ્રીય હિતના વિરોધમાં કામ કરતી હોવાના આધારે તેને ડિલિસ્ટ કરવામાં આવી હતી. ચીન અને હોંગકોંગમાં લિસ્ટિંગ ધરાવતી કંપનીઓમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઓડિટ કોમ્પ્લાયન્સનો અભાવ હોય છે. તેના કોર્પોરેટ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ વિશ્વસનીય હોતા નથી. ચીનની કંપની લકઇન કોફીનું જ ઉદાહરણ લો. તેણે પ્રતિ શેર ૧૭ ડોલરના આઇપીઓ દ્વારા ૫૬.૧ કરોડ ડોલર એકત્રિત કર્યા હતા. તેનું પીક માર્કેટ કેપિટલાઇઝેશન ૧૨ અબજ ડોલરનું હતું. તેના શેરના ભાવમાં પ્રતિ શેર ૫૦ ડોલરથી થોડા ઉપરના ભાવે ટ્રેડિંગ થતું હતું. પણ તણે ડિસ્ક્લોઝરમાં આપેલી વિગતો ખોટી નીકળતા શેરમાં કડાકો બોલ્યો હતો અને રોકાણકારોને નુકસાન થયું હતું.અમેરિકન બજારમાં ચીનની કુલ ૧૭ કંપનીઓને ઓક્ટોબર ૨૦૨૦માં ડિલિસ્ટ કરવામાં આવી હતી. તેમા ચીનની ચાર સરકારી કંપનીઓને એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ડિલિસ્ટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *