Maharashtra

મહારાષ્ટ્રમાં ૨ વર્ષમાં બેસ્ટની ૫૦ ટકા બસો ઇલેક્ટ્રિકથી દોડતી થશે

મુંબઈ
ઇ-વાહન હવે મોટા ભાગે સર્વ સામાન્ય બની ગયું છે. એટલું જ નહીં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જિંગ કરવા હવે ઠેર ઠેર ચાર્જિંગ સેન્ટરો પણ ઊભા કરવામાં આવી રહ્યા છીએ. આગામી પાંચ વર્ષમાં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કરવો આવશ્યક છે. ઇલેક્ટ્રીક વાહનોને લીધે પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે. આથી મોટા પ્રમાણમાં રોજગાર નિર્માણ થશે. ઇ-વાહનો પાછળ ખર્ચ ૯ રૃપિયા પ્રતિ કિ.મી. રહેશે. આથી રાજ્યમાં ઇ-વાહનનું ચલણ વધશે એવો મત આદિત્ય ઠાકરેએ વ્યક્ત કર્યો હતો.મહારાષ્ટ્રમાં હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી ગયું છે. તેના અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધી મુંબઈમાં ૫૦ ટકાથી વધુ બસો ઇલેક્ટ્રિક દોડતી થશે. એમ રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. જેમાં મુંબઈમાં ૧૯૦૦ નવી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે, આમ ઇ-વાહનની ક્રાંતિ આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Mumbai-Best-bus-elecronic.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *