Gujarat

ભાવનગરના વતની ચુડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ ભટ્ટની ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ.

ભાવનગરના વતની ચુડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઈ ભટ્ટની ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. દામનગર : ભાવનગરના વતની અલ્કેશભાઈ ભટ્ટે ભાવનગરમાં મહેસૂલ વિભાગમાં તા.૨૮-૧૦-૧૯૯૭નાં રોજ ક્લાર્ક તરીકે નોકરીની શરૂઆત કરી,તા.૩૦-૧૦-૧૯૯૯ નાં રોજ ફેરબદલીમા બોટાદ મૂકવામાં આવેલ.તા.૧૧-૧૦-૨૦૧૧ નાં રોજ સરકારે સેવાની નોંધ લઈને નાયબ મામલતદાર તરીકે બઢતી આપી,અને તા.૨૫-૧૦-૨૦૨૪નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા મામલતદાર તરીકે બઢતી મળી હતી. ૨૭ વર્ષની નોકરીની કદર કરીને તા.૦૮-૧૨- ‘૨૪ નાં રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસીએશન ની મળેલ સામાન્ય સભામાં અલ્કેશભાઈ ભટ્ટની સર્વાનુમતે ગુજરાત રાજ્ય મામલતદાર એસોસીએશનના ઉપ પ્રમુખ તરીકે નિમણૂંક થતાં, મોઢ ચાતુર્વેદી ચુ. સ.બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ વધ્યું છે. હાલમાં મોઢ ચાતુર્વેદી ચુ.સ.વિદ્યાર્થી ભવન ભાવનગરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ( અતુલ શુક્લ દામનગર. )

IMG-20241209-WA0016.jpg