રોજ સવારે સુર્ય સાથે જાગે યે.
પુજા પાઠથી ઘર. પવિત્ર રાખે.
મારી દરેક વસ્તુ ને સમય પર હાજર રાખે.
મને ના થાય લેઈટ તેથી ઘડિયાળ ના સેકન્ડ કાંટા જેમ ભાગે એ મારા સમયની સાચી સંગીની.
મારી પ્રિય સખી મારી. જ અર્ધાંગિની!
રોજ જયમાતાજી બોલવા દરવાજા સુધી સાથે આવે .
ગાડી ધીમે ચલાવજો એ વાત થી ટોકે મને. મારી સેફ લાઈફની રખવાળી એવી.
મારી પ્રિય સખી મારી જ અર્ધાંગિની !
મને શું ભાવે એનુ પણ લિસ્ટ મનમાંહે સદા રાખે
એ મારા સ્વાદનો યે ખજાનો.
મારી અન્નપૂર્ણા એવી મારી સખી મારી જ અર્ધાંગિની!
મારાં દરેક પ્રોબ્લેમમાં મારી સાથે રહે.
એ મારા સુખદુખની સાથી મારી હિંમતની હમસફર એવી.
મારી પ્રિય સખી મારી જ અર્ધાંગિની!
બીમાર જયારે પડું તો અડધી રાતે જાગે.
મારી ચિંતામાં ખુદનું વજન ઉતારે.
મારાં દર્દની દવા એવી મારી પ્રિય સખી મારી જ અર્ધાંગિની.
જયમાતાજી લેખન દિપ્તી ગજ્જર સાવરકુંડલા 9909308829

Attachments area


