Gujarat

છોટાઉદેપુર એપીએમસી ખાતે શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખના નામ માટે નિરીક્ષકોની ટીમ આવી હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા

છોટાઉદેપુર એપીએમસી ખાતે છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ ના નામ માટે ભાજપના નિરીક્ષકોની ટીમ આવીને ભાજપના હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા. શહેર પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખ માટે કોણ ચાલી શકે તેના માટે ભાજપના નિરીક્ષકોની ટીમ આવીને હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા.
જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્ય અને જિલ્લા ચૂંટણી અધિકારી જયરામભાઈ ગામીત,જિલ્લા સહાયક ચૂંટણી અધિકારી મેહુલભાઈ પટેલ,જિલ્લા સહ ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહી હોદ્દેદારો પાસેથી મંતવ્ય લીધા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર