કોટડાસાંગાણી તાલુકા નાં વેરાવળ ની શાંતિધામ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર નાં સાનિધ્ય માં મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં આજરોજ કૃષ્ણ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટી નાં રહીશો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી કથા નું શ્રવણ કરેલ હતું.જેમાં વેરાવળ-શાપર નાં સુપ્રસિદ્ધ કથાકાર હરેશઅદા તેરૈયા દ્વારા સંગીત મય સેલી માં કથા નું રસપાન કરાવી રહ્યા છે.
પારાયણ્દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે.આજૅ કથા નાં ચોથા દિવસે ભવ્ય રીતે કૃષ્ણજન્મોત્સવ ની ઉજવણી કરાય હતી. જેમાં કૃષ્ણજન્મોત્સવ માં બાળ કૃષ્ણ પાત્ર ભજવેલ બાળકો પર ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા ફુલડે વધાવવા માં આવ્યા હતા.

તેમજ કથાકાર હરેશઅદા તેરૈયાં દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અગાઉ આજના દિવસે રામધનુસ પ્રસંગ તેમજ રામવિવાહ, રામપ્રગટ્ય,સીતાસ્વયંવર,રામવનવા સ,સહીત નાં આબેહૂબ વિવિધ પ્રસંગો નું વ્રરણ કરવામાં આવેલ હતું.જેમાં આ તકે ગ્રામ પંચાયત નાં સદસ્ય મનીષાબેન સંચાણીયા, તેમજ શાપર-વેરાવળ નાં પત્રકાર પંકજ ટીલાવત તેમજ સત્સંગ મંડળ નાં બહેનો તેમજ ભાઈઓ સારી એવી જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

